વારંવાર પૂછાતા પ્રશ્નો
ક્લિનિકમાં આવતા પહેલાં દર્દીઓ અને તેમના પરિવારજનો જે પ્રશ્નો વારંવાર પૂછે છે, તેના ટૂંકા જવાબ અહીં છે. અહીં જવાબ ન મળે તો ફોન કે WhatsApp પર પૂછી શકો છો.
ક્લિનિકનો સમય શું છે?
એબી પ્લસ હોસ્પિટલ, અમદાવાદ — રૂબરૂ: સોમ–શુક્ર, 10:00–17:00; ઓનલાઇન: સોમ–ગુરુ, 17:00–18:00. આણંદ ઓપીડીની એપોઇન્ટમેન્ટ માટે કૌશલ પરીખનો સંપર્ક કરો. ફોન: +91 70690 53852.
ક્લિનિક ક્યાં આવેલું છે?
એબી પ્લસ હોસ્પિટલ, બ્લોક V, મોન્ડિયલ બિઝનેસ પાર્ક, ગુરુદ્વારા પાસે, એસ.જી. હાઇવે, થલતેજ, અમદાવાદ 380054. નકશો અને ફોન નંબર ‘ક્લિનિક અને સમય’ પાના પર છે.
શું ઓનલાઇન કન્સલ્ટેશન થઈ શકે છે?
હા. ઓનલાઇન કન્સલ્ટેશનનો સમય: સોમ–ગુરુ, 17:00–18:00. તેની એપોઇન્ટમેન્ટ પણ ‘એપોઇન્ટમેન્ટ લો’ બટનથી ઓનલાઇન લઈ શકાય છે.
એપોઇન્ટમેન્ટ કેવી રીતે લેવી?
દરેક પાના પરના ‘એપોઇન્ટમેન્ટ લો’ બટનથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈ શકાય છે. ફોન માટે +91 73738 48848 અને WhatsApp માટે +91 70160 34297 પર સંપર્ક કરો.
કન્સલ્ટેશન વખતે શું સાથે લાવવું?
અગાઉના અને તાજેતરના લેબ રિપોર્ટ, સોનોગ્રાફી કે સ્કેનના રિપોર્ટ, અત્યારે ચાલતી બધી દવાઓની યાદી અને ઘરે શુગર કે બ્લડપ્રેશર માપતા હો તો તેની નોંધ સાથે લાવો.
શું આણંદમાં પણ ઓપીડી છે?
હા, આકાંક્ષા હોસ્પિટલ, લાંભવેલ, આણંદ 388001 ખાતે ઓપીડી છે. આણંદ ઓપીડીની એપોઇન્ટમેન્ટ માટે કૌશલ પરીખનો સંપર્ક કરો. ફોન: +91 70690 53852.
કન્સલ્ટેશન કઈ ભાષામાં થાય છે?
કન્સલ્ટેશન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં થઈ શકે છે. તમને જે ભાષા સહેલી લાગે તેમાં વાત કરો.
બીજા ડૉક્ટર પાસે કરાવેલા રિપોર્ટ બતાવી શકાય?
હા. અગાઉ કરાવેલા બધા રિપોર્ટ સાથે લાવો; ડૉક્ટર તે જોઈને નક્કી કરશે કે નવી તપાસની જરૂર છે કે નહીં. ઓનલાઇન કન્સલ્ટેશન વખતે રિપોર્ટ હાથવગા રાખો.
તાત્કાલિક તકલીફ હોય તો શું કરવું?
એપોઇન્ટમેન્ટની રાહ ન જુઓ. છાતીમાં દુખાવો, બેહોશી, શ્વાસ લેવામાં તકલીફ કે મૂંઝવણ: 108 અથવા 112 પર કૉલ કરો, અથવા નજીકના ઇમરજન્સી વિભાગમાં જાઓ.